નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની રવિવારે 38 વર્ષનો થઈ થશે. આ ઉંમરે પણ તે વિકેટ પાછળ ચપળતા દર્શાવેછે. શ્રીલંકા સામેની વન ડેમાં તેણે શાનદાર વિકેટકિપિંગ કર્યું હતું અને ચાર બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલયા હતા. ધોનીના સંન્યાસની ખબરો વચ્ચે તેણે વિકેટ પાછળ ક્રિકેટ ફેન્સનું મનોરંજન કર્યું હતું.
વર્લ્ડકપમાં આજે શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કુશલ મેન્ડિસને સ્ટંપ આઉટ કરવાની સાથે ધોની બીજો સૌથી સફળ વિકેટકિપર બની ગયો છે. વર્લ્ડકપમાં ધોનીની 8 સ્ટંપિંગ થઈ ગયા છે. તેણે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, પાકિસ્તાનના મોઇન ખાન અને બાંગ્લાદેશના મુશ્ફિકર રહીમને પાછળ રાખી દીધા છે. આ ત્રણેયના નામે વર્લ્ડકપમાં સાત સ્ટંપિંગ છે. શ્રીલંકાનો કુમાર સંગાકારા 13 વિકેટકિપિંગ સાથે ટોચ પર છે.
વર્લ્ડકપમાં ધોની વિકેટ કિપર તરીકે સૌથી વધારે શિકાર કરવાના મામલે ત્રીજા નંબર પર છે. શ્રીલંકા સામેની મેચ સામે ટુર્નામેન્ટમાં હવે તેના નામે 41 શિકાર કર્યા છે. આ મામલે 54 શિકાર સાથે શ્રીલંકાનો કુમાર સંગાકાર પ્રથમ અને 52 શિકાર સાથે એડમ ગિલક્રિસ્ટ બીજા નંબર પર છે.
ધોની પર ICC થયું ઓળઘોળ, કહી આ મોટી વાત, જાણો વિગત
વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો જસપ્રીત બુમરાહ, જાણો કોણ છે પ્રથમ ક્રમે
બર્થ ડેના એક દિવસ પહેલા જ ધોનીએ કરી ધમાલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
abpasmita.in
Updated at:
06 Jul 2019 08:06 PM (IST)
વર્લ્ડકપમાં આજે શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કુશલ મેન્ડિસને સ્ટંપ આઉટ કરવાની સાથે ધોની બીજો સૌથી સફળ વિકેટકિપર બની ગયો છે. વર્લ્ડકપમાં ધોનીની 8 સ્ટંપિંગ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -