નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની મેચમાં કરૂણારત્નેને ધોનીના હાથે કેચ આઉટ કરાવવાની સાથે જ વિકેટની સદી પૂરી કરી હતી. તેણે 57 મેચમાં 100મી વન ડે વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે ભારત તરફથી સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનારો બીજો બોલર બની ગયો છે.


ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપવાનો રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ 56 મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. શમી પહેલા આ રેકોર્ડ ઝહીર ખાનના નામે હતો. ઝહીરે 65 મેચમાં આ સિદ્ધી હાંસલ કરી હતી.


અજીત અગરકરે 67 મેચ અને જવાગલ શ્રીનાથે 68 મેચમાં 100 વિકેટ ઝડપી હતી. વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના રાશિદ ખાનના નામે છે. રાશિદે 44મી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

ધોની પર ICC થયું ઓળઘોળ, કહી આ મોટી વાત, જાણો વિગત