✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CWG 2018: બોક્સિંગમાં ગૌરવ સોલંકીએ તો સંજીવ રાજપૂતે શૂટિંગમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2018 12:17 PM (IST)
CWG 2018: બોક્સિંગમાં ગૌરવ સોલંકીએ તો સંજીવ રાજપૂતે શૂટિંગમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
1

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારત માટે સારો દિવસ રહ્યો હતો. શૂટર સંજીવ રાજપૂતે 10મા દિવસે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સંજીવે બેલમોન્ટ શૂટિંગ સેન્ટર પર 50 મીટર રાઇફલ-3 પોઝીશન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઇવેન્ટમાં ભારતના ચેનસિંહને પાંચમું સ્થાન મળ્યું હતુ. ભારતીય બોક્સર મનીષ કૌશિકે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે અન્ય બોક્સર ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગૌરવને 52 કિલોગ્રામ કેટેગરીમાં ફાઇનલમાં ઉત્તરી આયરલેન્ડના બ્રેન્ડન ઇરવાઇનને 4-1થી હાર આપી હતી.

2

ત્યાર સુધીમાં કોમનવેલ્થમાં ભારત 48 મેડલ સાથે ત્રીજા નંબર પર છે. જેમાં 21 ગોલ્ડ, 13 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

3

શૂટર સંજીવે કુલ 454.5 સ્કોર કરતા ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે કેનેડાના ગ્રેજગોર્જ સ્યાચે સિલ્વર અને ઇગ્લેન્ડના ડિન બેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અગાઉ ભારતની મહિલા બોક્સર મેરી કોમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ સાથે તે કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઇ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • CWG 2018: બોક્સિંગમાં ગૌરવ સોલંકીએ તો સંજીવ રાજપૂતે શૂટિંગમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.