વડોદરાઃ યુવતીને પેંડો ખવડાવી બેભાન કરતો ને પછી તાંત્રિક સંતોષતો હવસ, કેવી રીતે થયો પર્દાફાશ?
પીડિતાનો આક્ષેપ છે કે, તાંત્રિકે વીડિયો ઉતાર્યો છે, જો તેની વાત નહીં માનીને તાબે નહીં થાય તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. પોલીસે રાજેશ સોલંકી નામના ભૂવા સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલાં આ તાંત્રિકે ચાંદની સાથેનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ભૂવાએ ધમકી આપી હતી. પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાતા પરિણીતા ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તાંત્રિક રાજેશ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. ગોત્રી પોલીસે આરોપી રાજેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધીને ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
તેણે કહ્યા પ્રમાણે તે ઘરે આવ્યો હતો અને ભગવાનની પ્રસાદી છે, તેવું કહીને ચાંદનીને પેંડો ખવડાવ્યો હતો. પેંડો ખાતા જ ચાંદની બેશુદ્ધ થઈ ગઇ હતી. ચાંદની ભાનમાં આવી ત્યારે શરીર પર માત્ર સાડી લપેટી હતી. ચાંદનીનું કહેવું છે કે, આવું અનેક વખત થયું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ચાંદની(નામ બદલ્યું છે)નો પતિ છૂટક સુથારી કામ કરે છે. થોડાક સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. આ ઝઘડા અટવવા માટે ચાંદનીએ તાંત્રિક રાજેશ સોલંકી (રહે. દિનદયાળ નગર, વુડાના મકાનમાં)નો સંપર્ક કર્યો હતો.
આ રાજેશ ચાંદનીના ઘરે વિધિ માટે જતા હતા. ચાંદનીએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં રાજેશ સોલંકીનો ફોન આવ્યો હતો અને હું વિધિ કરવા આવું છું, તમે ઘરે એકલાં જ રહેજો, તેમ જણાવ્યું હતું. જેથી તેઓ ઘરે એકલા જ હાજર રહ્યા હતા.
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી પરણીત યુવતીને વિધિને બહાને પેંડો ખવડાવી બેભાન કરી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. તાંત્રિકે યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયો બતાવી તાબે ન થાય તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -