Commonwealth Games 2022 India vs Australia: કોમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપન થઈ ચુક્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક રીતે 9 રનોતી જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર તાહલિયા મૈક્ગ્રા કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી છતાં પણ મેચ રમી હતી. એક અહેવાલ મુજબ મૈક્ગ્રાને આ મેચમાં રમાડવા માટે આયોજન સમિતિએ પણ ઓસ્ટ્રેલિયાની ટીમનો સાથ આપ્યો હતો. આ પહેલાં રમાયેલી હોકીની મેચમાં પણ ઘડીયાળને લઈ વિવાદ થયો હતો.
આયોજન સમિતિએ ઓસ્ટ્રેલિયાનો સાથ આપ્યોઃ
ઈએસપીએન ક્રિકઈંફોના એક રિપોર્ટ મુજબ તાહલિયા મૈક્ગ્રા ફાઈનલ મેચની પહેલાં જ કોવિડ પોઝિટીવ આવી હતી. મૈક્ગ્રાને કોરોના વાયરસના હલકા લક્ષણો પણ હતા. આમ છતાં તેને મેચ રમવા માટે પરવાનગી આપી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો. આ નિર્ણયમાં આયોજન સમિતિએ કંગારુ ટીમનો સાથ આપ્યો અને વિરોધ ના દર્શાવ્યો. મૈક્ગ્રા કોરોના પોઝિટીવ હોવાના કારણે ભારતીય મહિલા ટીમ પણ ખતરામાં રમત રમી હતી.
હોકીની મેચમાં ઘડિયાળને લઈ થયો હતો વિવાદઃ
આ પહેલાં હોકી મેચ દરમિયાન પણ એક વિવાદ થયો હતો જેને લઈને આયોજન સમિતિએ માફી માંગી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા હોકીની રમત રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો બરાબરી પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ રિજલ્ટ આવવાનું હતું. આ દરમિયાન ભારતીય ટીમે પેનલ્ટી બચાવી લીધી હતી. પરંતુ ત્યારે જ રેફરીએ કહ્યું કે ઘડિયાળ નથી ચાલી રહી. એટલે ઓસ્ટ્રેલિયાને ફરીથી તક આપવામાં આવે. આ પછી ટીમ ઈન્ડિયા 3-0 થી હારી ગઈ હતી.
આ પણ વાંચોઃ