ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. શાસ્ત્રીએ આ દરમિયાન એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૂગલના સીઈઓ સુંદર પિચઈ સાથે મુલાકાત કરી હતી. રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ મુલાકાતનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રવિની સાથે પિચઈ અને મુકેશ અંબાણી જોવા મળી રહ્યા છે.






યુઝર્સે કરી હતી કોમેન્ટ્સઃ


રવિ શાસ્ત્રીએ આ ફોટો શેર કર્યા બાદ આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ ફોટોની કોમેન્ટમાં મજાકીયા અંદાજમાં લખ્યું કે આ એક ફોટોમાં દુનિયાની અડધી જીડીપી સમાઈ ગઈ છે. આ જ અંદાજમાં અન્ય એક યુઝરે લખ્યું કે, ફોટોમાં ઘણી નોટો (રુપિયા) જોવા મળી રહી છે. 






ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ખુબ જ સફળ રહ્યો હતો. તેમના નેતૃત્વમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું હતું. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનું મુખ્ય કોચના પદ પરનો કાર્યકાળ પુર્ણ થયો હતો. આ પછી તે ફરીથી કોમેન્ટ્રીની દુનિયામાં પાછા ફર્યા છે.


આ પણ વાંચોઃ


Bihar Political Crisis: ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે આપ્યું પહેલું નિવેદન, બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ