Anshu Malik Wins Silver Medal in CWG 2022: કુશ્તીમાં દેશને પહેલો મેડલ મળ્યો છે. ભારતની અંશુ મલિકે 57 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, તે ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી.
નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ પછી અંશુએ બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ચાર પોઈન્ટ મેળવ્યા, પરંતુ નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે પણ બીજા રાઉન્ડમાં બે પોઈન્ટ મેળવ્યા. આવી સ્થિતિમાં અંશુ ગોલ્ડ મેડલ જીતી શકી ન હતી અને અંશુ મલિકને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 21મો મેડલ છે. જોકે, કુસ્તીમાં આ દેશનો પહેલો મેડલ છે.
કુશ્તીમાં દેશને ગોલ્ડ મેડલ
કુશ્તીમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના બજરંગ પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં કેનેડાના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતના દિગ્ગજ કુશ્તીબાજ બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વર્ગમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. બર્મિંગહામમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો અને એકંદરે છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.
બજરંગે અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે કુશ્તીમાં ભારતનો આ બીજો મેડલ છે. બજરંગ પહેલા અંશુ મલિક સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.
ભારતીય કુશ્તીબાજોનું આગામી શેડ્યૂઅલ
મહિલાઓની 62 કિગ્રામાં ગોલ્ડ માટે સાક્ષી મલિક વિરુદ્ધ એના ગોડિનેઝ ગોન્ઝાલેઝ (કેનેડા)
પુરુષોની 86 કિગ્રામાં ગોલ્ડ માટે, દીપક પુનિયા વિરુદ્ધ મુહમ્મદ ઇનામ (પાકિસ્તાન).
મહિલાઓના 68 કિગ્રામાં બ્રોન્ઝ માટે, દિવ્યા કાકરાન વિરુદ્ધ ટાઈગર લિલી કોકર લેમેલિયર (ટોંગા).
પુરુષોની 125 કિગ્રામાં બ્રોન્ઝ માટે, મોહિત ગ્રેવાલ વિરુદ્ધ આરોન જોન્સન (જમૈકા).