ગૉલ્ડ મેડાલિસ્ટ સંજીતા ચાનૂ ડૉપ ટેસ્ટમાં ફેલ, છીનવાઇ શકે છે CWGમાં જીતેલો ગૉલ્ડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજીતાએ ચાર વર્ષ પહેલા ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સથી પોતાની દમદાર કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારે 20 વર્ષની સંજીતા ચાનૂએ બધાનો ચોંકાવતા દેશને ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો. 2014ના ગ્લાસ્ગો કૉમનવેલ્થ રમતોમાં સંજીતાએ 42 કિલો ગ્રામ કેટેગરીમાં ગૉલ્ડ મેડલ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંજીતા ચાનૂએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો, વળી, 2014માં ગ્લાસ્ગો ગેમ્સમં પણ તે ગૉલ્ડ જીતી ચૂકી છે. ડૉપ ટેસ્ટમાં ફેલ થવાથી હવે તેનું મેડલ હાથમાંથી જઇ શકે છે.
સંજીતા 2017માં તે સમયે પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેને અર્જૂન એવોર્ડ મેળવનારાઓની યાદીમાં તેનુ નામ ન હતું. ત્યારબાદ તેને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, અર્જૂન એવોર્ડ તો સંજીતાને ન હોતો મળ્યો પણ તેનો જવાબ તેને ગયા વર્ષની કૉમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 53 કિલો વર્ગમાં ગૉલ્ડ જીતાડીને આપ્યો હતો.
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશને આ મામલા પર કહ્યું કે, 'સંજીતા ચાનૂનો ડૉપ ટેસ્ટ નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન થયો હતો, રિપોર્ટમાં ડિસેમ્બરની તારીખી નોંધાઇ છે. ફેડરેશનનો આ રિપોર્ટ મેના મધ્યમાં મળ્યો છે. આ દરમિયાન ચાનૂએ કૉમનવેલ્થ ગેમમાં ભાગ લીધો હતો.'
નવી દિલ્હીઃ ભારતીય મહિલા વેઇટલિફ્ટર સંજીતા ચાનૂ ડૉપ ટેસ્ટમાં ફેલ થઇ ગઇ છે. ચાનૂના શરીરમાં ટેસ્ટાસ્ટૉરેન સ્ટેરૉઇડ સામે આવ્યુ છે. આ સ્ટેરૉઇડ ખેલાડીઓ માટે બેન છે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન અનુસાર, ડૉપ ટેસ્ટમાં ચાનૂના લોહીમાં સ્ટેરૉઇડ આવ્યું હતું. ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -