સવારે હૉસ્પીટલની પથારીમાં હતો આ ક્રિકેટર, સાંજે 5 છગ્ગા ઠોકીને જીતાડી દીધી મેચ, જાણો વિગતે
એકસમયે મેલબોર્નની ટીમ 82 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકી હતી, પણ ત્યારબાદ ડેન ક્રિશ્ચિયન અને મોહમ્મદ નબીની જોડીએ ધમાકેદાર બેટિંગ કરતાં ટીમને જીત અપાવી હતી. ક્રિશ્ચિયને અણનમ 49 રન અને મોહમ્મદ નબીએ અણનમ 48 રન બનાવ્યા હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા ખેલાડી ડેન કિશ્ચિયન આ મેચ પહેલા હૉસ્પીટલમાં ભરતી હતો, ડેન કિશ્ચિયનના પેટમાં દુઃખાવો થયો હતો અને તેને ગેસ્ટ્રૉનો પ્રૉબ્લમ હતો. તે આખો દિવસ દુઃખાવાથી પીડાયો પણ મેચ શરૂ થતા તે ફીટ થઇ ગયો અને મેચ રમવા મેદાનમાં આવ્યો હતો.
મેચ દરમિયાન ડેન ક્રિશ્ચિયને બેટથી એવી ધમાલ મચાવી કે લોકો દેખતા રહી ગયા, કિશ્ચિયને મેચમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી માત્ર 27 બૉલમાં અણનમ 49 રન ફટકારી દીધા, તેની અને નબીની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 94 રનની ભાગીદારી થઇ, મેચમાં ક્રિશ્ચિયન મેન ઓફ ધ મેચ બન્યો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગની છઠ્ઠી મેચમાં મેલબોર્ન રેનીગેડ્સે 5 વિકેટથી ચમત્કારિક જીત નોંધાવી છે. એડિલેડ સ્ટ્રાઇકર્સ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં રેનીગેડ્સને 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને 5 બૉલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો હતો.