નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા ફરી એક વખત ચર્ચામાં છે. 39 વર્ષના કનેરિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ દરમિયાન એક મહિલા ફેન્સે તેને ઇસ્લામ કબૂલ કરવા માટે અપીલ કી હતી. તેણે કહ્યું કે, ઇસ્લામ વગર જીવન કંઈ જ નથી.

ટ્વિટટર પર #AskDanish સેશન દરમિયાન કનેરિયાએ પોાતની એ ફેન્સને જવાબ આપવામાં જરાય વિલંબ ન કર્યો અને લખ્યું કે, તમારી જેમ અનેક લોકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેમને સફળતા નથી મળી.


આમના ગુલ નામના યૂઝરે દાનિશ કનેરિયાને લખ્યું- ‘તમે ઇસ્લામ કબૂલ કરી લો. ઇસ્લાન બધું જ છે. હું જાણું છું કે ઇસ્લામ વગર જીવન કંઈ જ નથી. તમારું જીવન મોત જેવું છે. તમે ઇસ્લામ કબૂલ કરી લો.’

કનેરિયાએ તરત જ તેનો જવાબ આપ્યો અને લખ્યું, ‘તમારી જેમ અનેક લોકોએ મારો ધર્મ બદલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા ન મળી.’


એટલું જ નહીં, દાનિશ કનેરિયાએ એક યૂજરને જવાબ આપ્યું- ‘હિંદુ હોવા પર ગર્વ છે.’


ત્યારે જ એક યૂઝરે કનેરિયાને પૂછ્યું કે, શું તમે પાકિસ્તાનમાં સુરક્ષિત અનુભવો છો.? કનેરિયાએ જવાબ આપ્યો- ‘હું અહીં બિલકુલ સુરક્ષિત છું. મેં કહ્યું હતું કે કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો હતો. શબ્દો સાથે ન રમો.’

નોંધનીય છે કે, દાનિશ કનેરિયા વિતેલા વર્ષે ડિસેમ્બરમાં અચાનક ચર્ચામાં આવી ગયો હતો, જ્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે કેટલાક પાકિસ્તાની ક્રિકેટર કનેરિયા સાથે ભોજન કરતાં અચકાતા હતા કારણ કે તે હિંદુ છે. જોકે બાદમાં અખ્તરે સ્પષ્ટતા કરી કે કનેરિયા મામલે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું.