સેમી તમામ પાંચેય સીઝનમાં પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. તે ઘણી વખત પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ દર્શાવી ચૂક્યા છે. ડેરેન સેમી પહેલા કોઈપણ વિદેશી ખેલાડીએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે તૈયારી દર્શાવી ન હતી. સેમી પાકિસ્તાનમાં રમવા માટે કરાર કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય ખેલાડી હતા. સેમીએ પાકિસ્તનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવા માટે મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ બંધ થઈ ગયું હતું.
ડેરેન સેમી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફતી 38 ટેસ્ટ મેચમાં 1323 રન બનાવ્યા છે અને 84 વિકેટ મેળવી છે. જ્યારે 126 વનડે મેચમાં તેણે 1874 રન બનાવ્યા છે અને 81 વિકેટ લીધી છે. જ્યારે કેરેબિયન ટીમ તરફતી તેણે 587 રન બનાવ્યા છે અને 44 વિકેટ લીધી છે.