ડેવિડ વોર્નરની પત્નિના સ્પોર્ટ્સ સ્ટાર સાથેના સેક્સ સંબંધના કારણે બોલ ટેમ્પરિંગ કાંડ સર્જાયો? જાણો વિગત
બોલ ટેમ્પરિંગમાં દોષિત સાબિત થયેલા ડેવિડ વોર્નરે શનિવારે જાહેરમાં માફી માગતાં પોતાનો ગુનો કબૂલ્યો હતો જ્યારે હવે તેની પત્નીએ ખુલાસો કરતાં બોલ ટેમ્પરિંગ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વોર્નરની પત્ની કેન્ડીસે કહ્યું કે, વોર્નરે આ બધુ તેનાં કારણે કર્યું હતું. આ સમગ્ર વિવાદ માટે પોતાની જાતને જવાબદાર ગણાવી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન પ્રશંસકો પાસેથી સહાનુભુતિ અને સંયમની અપીલ પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્નરની પત્નીને લાગે છે કે, આ બધું તેના કારણે થયું છે. કેન્ડિસ વોર્નરે કહ્યું કે, તે પોતાના પતિના વ્યવહાર માટે કોઈ બહાનું બનાવતી નથી પરંતુ તેને પણ આ બધું સહન કરવું પડયું હતું. તે જેટલું શક્ય હોય તેટલું મારો અને મારા બાળકોનો બચાવ કરી રહ્યા હતા.
બીજી ટેસ્ટમાં તેના અને ડી કોક વચ્ચેનો વિવાદ પણ વોર્નરની પત્નીને લઈ થયો હતો. ડી કોકે વોર્નરના સામે તેની પત્ની પર અશોભનીય કોમેન્ટ કરી હતી અથવા ડી કોકે કેન્ડીસ વોર્નરના અંગત જીવને સૌની સામે જણાવ્યું હતું. જેને સાંભળી વોર્નર ભડકી ગયો હતો. આથી તે મેચમાં વોર્નરને મેચ ફીના ૭૫ ટકા દંડ ફટકારાયો હતો.
કેન્ડીસે કહ્યું કે, બીજી ટેસ્ટમાં જે બન્યું તે પછી વોર્નરે મને બેડરૂમમાં રડતાં જોઈ હતી. અમારી બાળકીઓ મને જોઈ રહી હતી. તેનાથી વોર્નર તૂટી ગયો હતો. કેપટાઉન અને પોર્ટએલિઝાબેથમાં તે વખતે જે બન્યું તે માટે મેં મારી જાતને સંભાળી રાખી હતી. આ સિરીઝની શરૂઆતથી જ વોર્નર વિવાદમાં રહ્યો હતો.
બોલ સાથે છેડતી પહેલા ટેસ્ટ સીરિઝ દરમિયાન બંને ટીમોના સંબંધો સારા રહ્યા નથી. પહેલા ટેસ્ટ મેચ દરમિયાન વોર્નર અને ક્વિન્ટન ડિકૉક વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના બોલરે કહ્યું હતુ કે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપરે તેમની પત્ની માટે અપશબ્દ કહ્યા હતા.
વોર્નરને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવા બાબતે દોષી કરાર કરવામાં આવ્યા અને તેમની પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેન્ડીસ વોર્નર સિડની સંડે ટેલીગ્રાફ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે મને એવુ લાગે છે કે બધી મારી ભૂલ છે અને આ વાત મને ખટકી રહી છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉનમાં ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગની યોજના બનાવનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરની પત્નીએ એક મોટું નિવેદન આપ્યું છે. વોર્નરની પત્ની કેન્ડીસ વોર્નરે કહ્યું કે, બોલ ટેમ્પરિંની ઘટના તેના કારણે થઈ છે. કેન્ડીસે એક ઓસ્ટ્રેલિયન ચેનલને કહ્યું કે, સાઉથ આફ્રિકામાં મારા પર થયેલ વ્યક્તિગત હુમલાને કારણે વોર્નર ભડકી ગયો અને તેણે આ નિર્ણય કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -