નવી દિલ્લી: પાકિસ્તાનમાં જાવેદ મિયાદાદ અને શહીદ આફ્રીદી વચ્ચે મેચ ફિક્સીંગને લઈને ગઘડો એટલો વધી ગયો છે કે પાકિસ્તાનના અખબાર અને ન્યૂઝ ચેનલોમાં  આ મુદ્દો છવાયેલો છે. પોતાના સમધી મિયાદાદનું નામ સાંભળી ડૉન દાઉદ ઈબ્રાહિમ પણ આ ઝઘડામાં કુદી પડ્યો છે. સુત્રોની જાણકારી મુજબ દાઉદ ઈબ્રાહિમે ફોન કરીને શહીદ આફ્રીદીને ધમકી આપી છે. આફ્રીદી ચુપચાપ દાઉદની વાત સાંભળી રહ્યો હતો. આ ધટના બાદ શહીદ આફ્રીદીએ ટ્વીટર પર જાવેદ મિયાદાદની તારીફ કરી હતી.


આફ્રીદીએ લખ્યું કે જાવેદ ભાઈ માટે મને ખૂબ જ સમ્માન છે, તે અમારા હિરો છે, તે મારા ગુરૂ છે. હુ ક્યારેય તેમની આલોચના ન કરી શકું.

જાવેદ મિયાદાદે એક ટીવી ઈંટરવ્યુંમાં આફ્રીદી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ વિવાદ વધતા આફ્રીદીએ ટ્વીટર પર મિયાદાદને લઈને ટીપ્પણી કરી હતી.

જાવેદ મિયાદાદ વિરૂધ્ધની ટીપ્પણીઓથી નારાજ દાઉદે આફ્રીદીને ફોન કરી ચુપ રહેવા માટે કહ્યું હતું. જ્યારે વસીમ અકરમ જેવા ખેલાડીઓ આ બંને વચ્ચો સુલેહ કરવા માટે લાગ્યા છે. પરંતુ દાઉદની ધમકી બાદ આફ્રીદી ડરેલો છે, અને સમાધાનના પ્રયાસ કરી રહ્યો છે.