લખનઉ: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે ઈશારામાં પુત્ર અખિલેશને કહ્યું કે કોઈપણ વાત કરો પરંતુ પાર્ટીમાં તેમનો જ સિક્કો ચાલશે. મુલાયમ સિંહે શુક્રવારે એક પ્રેસ કોંફ્રેસમાં તેમના પરિવારમાં કોઈપણ પ્રકારના ઝઘડો ન હોવાનો મેસેજ આપ્યો હતો, જ્યારે બીજી તરફ અખિલેશ યાદવને મેસેજ પણ આપ્યો કે ચૂંટણી બાદ આગામી મુખ્યમંત્રી નક્કિ કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશના સીએમ અખિલેશ યાદવે એક નિવેદનમાં પોતાના ખૂદના નામની વાત કરતા બાદમાં તેના પિતા અને સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મુલાયમ સિંહ યાદવે કહ્યું યુપી વિધાનસભાની ચૂંટણી બાદ જ મુખ્યમંત્રી નક્કિ કરવામાં આવશે. વિધાયક દળ મળીને મુખ્યમંત્રીના નામનો નિર્ણય કરશે. આજતકના ઓપિનિયન પોલમાં બીજેપીને બહુમત નજીક જ્યારે સપાને ત્રીજા નંબરની પાર્ટી ગણાવાતા સપા સુપ્રીમોએ નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી થવા દો યુપીમાં ચૂંટણીને રથ પણ ચાલશે અને સાઈકલ પણ ચાલશે.