ખરેખરમાં, વાત એમ છે કે, ડે-નાઇટ ટેસ્ટ ગુલાબી બૉલથી અને દૂધિયા રોશનીમાં રમાય છે, જ્યારે ભારતીય ટીમે અત્યાર સુધી ફક્ત લાલ અને સફેદ બૉલ ક્રિકેટ જ રમી છે. ત્યારે ગુબાલી બૉલ ક્રિકેટ રમવી ટીમ માટે મુશ્કેલ બની શકે છે. પણ ભારતીય ટીમમાં બે ક્રિકેટર એવા છે જેને આ અનુભવ મેળવો છે, એટલે કે ગુલાબી બૉલ સાથે દૂધિયા રોશનીમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. બન્ને ખેલાડીઓએ 2016માં ઇડન ગાર્ડન્સમાં સીએબીની સુપર લીગ ફાઇનલમાં ડે-નાઇટ ક્રિકેટ મેચ રમી હતી.
કહી શકાય છે સાહા અને શમીનો અનુભવ ભારતીય ટીમે મદદરૂપ સાબિત થશે.