IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના બીજા મુકાબલામાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ હતી. સુપર ઓવરમાં પંજાબની ટીમ માત્ર બે રન જ બનાવી શકી હતી. રબાડાએ ત્રણ બોલમાં રાહુલ અને પૂરનની વિકેટ લીધી હતી.
પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. અને મેચ ટાઈ હતી. મયંક અગ્રવાલે નિર્ણાયક ઇનિંગ્સ રમતા 60 બોલમાં 89 રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી હતી.


દિલ્હી તરફથી સ્ટોઈનિસે અડધી સદી ફટકારી હતી. સ્ટોઈનિસે  21 બોલમાં 7  ફોર અને 3 સિક્સની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયાંસ અય્યરે 39 રન અને રિષભ પંતે 31 રન બનાવ્યા હતા.

દિલ્હીની ખરાબ શરૂઆત થઈ હતી. શિખર ધવન શૂન્ય રને રનઆઉટ થયો હતો. જયારે પૃથ્વી શો 5 રને મોહમ્મદ શમીની બોલિંગમાં જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. શિમરોન હેટમાયર શમીની બોલિંગમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. હેટમાયરે 13 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા.

પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 15 રન આપીને સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે શેલ્ડન કૉટરેલે 2 વિકેટ અને રવિ બિસ્નોઈએ એક વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન:

કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, કરુણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, ક્રિસ જોર્ડન, કે ગૌથમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કૉટરેલ.

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન:

શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિમરન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્ર્ન અશ્વિન, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, મોહિત શર્મા, એનરિક નોર્ટઝે અને કગીસો રબાડા.