નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) સીઝન 13ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. ઈગ્લેન્ડના ક્રિસ વોક્સે આઈપીએલમાંથી પોતાનનું નામ પરત ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરનું ટીમમાંથી બહાર થવું દિલ્હી કેપિટલ્સ માટે મોટો ઝટકો છે. જો કે આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમ દિલ્હી કેપિટલ્સે આ અંગે અત્યાર સુધી કોઈ પુષ્ટી કરી નથી.


રિપોર્ટ પ્રમાણે વોક્સે પોતાને આગામી સીઝન માટે ફિટ રાખવા માટે આઈપીએલમાંથી પોતાનું નામ પરત લીધું છું. વોક્સને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હી માટે વોક્સ મહત્વનો ખેલાડી સાબિત થઈ શકતો હતો. 31 વર્ષીય વોક્સે ગત વર્ષે ઈંગ્લેન્ડના ઐતિહાસ વર્લ્ડકપ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પાંચ એશેઝ ટેસ્ટમાંથી ચાર ટેસ્ટ પણ રમી હતી.

ઉલ્લેખનીય છે કે, વોક્સે અત્યાર સુધી 18 આઈપીએલ મેચ રમી છે. જેમાં 63 રન બનાવ્યા છે અને 25 વિકેટ ઝડપી છે. 2018માં બેંગ્લોરે તેને 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આઈપીએલ સીઝન 13ની શરૂઆત 29 માર્ચથી થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મુકાબલો થશે.