સર્વપ્રિયા વિહારના એક એપોર્ટમેન્ટમાં બીજા માળે મહિલાનું મકાન છે. જ્યારે એપાર્ટમેન્ટના પહેલા માળે મનોજ પ્રભાકર રહે છે. રિપોર્ટ પ્રમાણે ફ્લેટના નકલી દસ્તાવેજો બનાવીને મહિલાના ફ્લેટનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને તેમના એક જાણકારને ત્યાં રાખવામાં આવ્યો હતો.
આરોપમાં એવું કહેવામાં આવ્યું કે મહિલાનો બધો સામાન પણ ચોરાઈ ગયો હતો. ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી અને દોઢ કરોડ રૂપિયાની માગ કરવામાં આવી રહી હતી.