મોહમ્મદ શમીને લાગી શકે છે વધુ એક ઝટકો, દિલ્લી ડેરડેવિલ્સે લીધો આ મોટો નિર્ણય
મંગળવારે શમીની પત્ની દ્વારા જાહેર કરવામાં આવેલી પોસ્ટ્સ દ્વારા સામે આવેલા આ મામલા બાદ બીસીસીઆઇએ કૉન્ટ્રેક્ટ માંથી બહાર કરી દીધો છે. ડેરડેવિલ્સ હવે બીસીસીઆઈ પાસેથી કાનૂની સલાહની રાહ જઈ રહી છે કે ફાસ્ટ બોલર શમીને આઈપીએલમાં રમવાની મંજૂરી આપવી કે નહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઇએ કે શમી આઇપીએલ સીઝન 11ના પસંદગીના ખેલાડીઓમાં સામેલ છે. જેને ડેરડેલિવ્સે રિટેન કર્યો છે. પરંતુ દિલ્લી ડેરડેવિલ્સ અને પોતે મોહમ્મદ શમીના કેરિયર પર લટકતી તલવાર નજર આવી રહી છે.
નવી દિલ્લી: બીસીસીઆઈ દ્વારા વાર્ષિક કોન્ટ્રેક્ટમાંથી બહાર રાખવામાં આવેલા ભારતીય ક્રિકેટર મોહમ્મ શમીની જિંદગીમાં આવેલો ભૂકંપ અટકવાનું નામજ નથી લઈ રહ્યો. મોહમ્મદ શમી માટે હવે આઈપીએલમાં તેની ફ્રેંચાઈજી દિલ્લી ડેરડેવિલ્સ આ મામલે ટૂંક સમયમાં બીસીસીઆઈના અધિકારીઓને મળી શકે છે.
ફ્રેચાઈજીના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, ‘ડેરડેવિલ્સ આ મામલે એકતરફી નિર્ણય લઈ શકે નહીં. આઈપીએલમાં રમનાર દરેક ખેલાડીનો ત્રિસ્તરીય કોન્ટ્રેક્ટ હોય છે. જેમાં બીસીસીઆઈ, ફ્રેંચાઈજી અને ખેલાડી સામેલ હોય છે. શમીનો આ મામલો ખૂબજ જટીલ છે, અમે આ સંવેદનશીલ સ્થિતિને જાણીએ છે અને બીસીસીઆઈના મુખ્ય અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -