બુમરાહની બોલિંગનો ફેન થયો ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી, કહ્યું- ‘આવી બોલિંગ કોઈ પુસ્તકમાં નથી શીખવવામાં આવતી’
લિલીએ એમ પણ કહ્યું કે, ભારત પાસે હાલ સારા ફાસ્ટ બોલર્સ છે. તેઓ હવે ચાર બોલરને ટીમમાં સામેલ કરવા હોય તો કરી શકે છે. ડેનિસ લિલીએ 70 ટેસ્ટની 132 ઈનિંગમાં 355 વિકેટ ઝઢપી છે. જેમાં 5 વિકેટ 23 વખત લીધી છે. જ્યારે 63 વન ડેમાં 63 વિકેટ હાંસલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિલીએ એક ઈન્ટરરવ્યૂમાં કહ્યું કે, તે થોમસન જેટલો ફાસ્ટ બોલર નથી પરંતુ તેને એવો મળતો આવે છે કે બંને ફાસ્ટ બોલરની વ્યાખ્યાથી અલગ છે. મેં જેટલો પણ સમય બુમરાહને રમતો જોયો છે તેમાં તે ઘણો સારો ટેસ્ટ બોલર લાગ્યો છે. પ્રથમ બે મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી છે.
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના આધારભૂત બોલર જસપ્રીત બુમરાહે શાનાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ડેનિસ લિલી પણ બુમરાહની બોલિંગના પ્રશંસક બન્યા છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે બુમરાહ રોચક બોલર છે. તે ઘણા શોર્ટ રનઅપ સાથે આવે છે. તે પહેલા ચાલે છે અને બાદમાં શોર્ટ રનઅપથી બોલ ફેંકે છે. તેના હાથ સીધા રહે છે. તેની બોલિંગ કોઇ પણ પુસ્તકમાં શીખવાડવામાં આવતી નથી. આ કારણે મને તે એક સમયના મહાન બોલરની યાદ અપાવે છે. તે અમારા બધાથી અલગ હતો અને તેનું નામ છે જેફ થોમસન.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયામાં 4 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ બે ટેસ્ટના અંતે બંને ટીમો 1-1થી બરોબરી પર છે. ટીમ ઈન્ડિયાના કોહલી, પૂજારા, રહાણેને બાદ કરતાં કોઈ બેટ્સમેન રંગ બતાવી શક્યા નથી, જ્યારે ફાસ્ટ બોલર્સની ત્રિપુટી બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ તેમની બોલિંગથી ટીમ ઈન્ડિયાની લાજ બચાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -