નવી દિલ્હીઃ સિલેક્શન કમિટીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોરમેટમાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ભારતીય ટીમમાં ઋષભ પંતને સામેલ કર્યો છે. પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની આગામી બે મહિના સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ધોનીના આ પ્રવાસ પર ન આવવાના નિર્ણય બાદ લોકોએ તેની નિવૃતિની અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું.


પરંતુ સૂત્રોના મતે પંતને ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે, ટીમ મેનેજમેન્ટ એમ નથી ઇચ્છતું કે ધોની આ દરમિયાન નિવૃતિ જાહેર કરી દે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ધોની જો નિવૃત થઇ જાય અને પંત ઇજાગ્રસ્ત થઇ જશે તો પછી વર્લ્ડકપને લઇને વિકેટકીપની જગ્યા ખાલી થઇ જશે જેને ભરવી ખૂબ મુશ્કેલરૂપ રહેશે.

સૂત્રોએ કહ્યું કે, ધોની પોતાની ભૂમિકા અને સ્થિતિને જાણે છે. તમામ લોકો તેની નિવૃતિની વાત કરે છે પરંતુ જ્યારે તે છોડવાનો નિર્ણય કરશે તો એ સમજમાં નહી આવે કે તે ટીમના ખેલાડી છે. તે ક્યારેય પણ કોઇ વિવાદમાં પ્રતિક્રિયા નહી આપે. મને વિશ્વાસ છે કે તમે તેની નૈતિકતા વિશે ખૂબ જાણો છો. એવામાં ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તેઓ ઇચ્છે છે કે ધોની એક મેન્ટરના રૂપમાં રહે અને જ્યારે ટીમને તેમની જરૂરત પડે ત્યારે તે હાજર રહે. એ વાતમાં કોઇ શંકા નથી કે પંત ટીમનું ભવિષ્ય છે અને તેને તમામ ફોરમેટમાં અજમાવવામાં આવશે પરંતુ ધોનીના માર્ગદર્શન અને હાજરીની ખૂબ જરૂર છે.

મુખ્ય પસંદગીકાર પ્રસાદે કહ્યુ હતું કે, ટીમ પંતને તમામ ફોરમેટમાં જોઇ રહી છે અને એ ધોનીએ નિર્ણય લેવાનો છે કે તે ક્યારે નિવૃતિ લઇ રહ્યો છે. નિવૃતિનો નિર્ણય પુરી રીતે વ્યક્તિગત છે. તેના જેવો દિગ્ગજ ક્રિકેટર સારી રીતે જાણે છે કે તે ક્યારે સંન્યાસ લેશે. પરંતુ જ્યાં સુધી ભવિષ્યની વાત આવે છે તો તે પસંદગીકારોના હાથમાં છે.