ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગત મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. જો કે, ધોની આઈપીએલ રમતો રહેશો. હવે ધોનીને લઈને જે સમાચાર સામે આવી રહ્યાં છે તેને લઈને તેમના ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. સૂત્રો અનુસાર, ધોની જલ્દીજ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે.

આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે, જેમાં વિનોદ કામલી, અજય જાડેજા જેવા નામો સામેલ છે. જો કે, તેમાં કોઈને પણ સફળતા મળી શકી નથી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ લિસ્ટમાં ધોનીનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.  જો કે, ધોનીની એન્ટ્રી અન્ય ક્રિકેટર્સથી અલગ થવાની છે.



મીડિયા રિપોર્ટ અનુસાર, માહી એક્ટર તરીકે નહીં પણ નિર્માતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

સૂત્રો અનુસાર, ઘોની જલ્દી જ એક વેબ સીરિઝને કો પ્રોડ્યૂસ કરશે. આ વાતની જાણકારી ધોનીના પત્ની સાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આપી છે.

સાક્ષીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘અમને તમારો પ્રેમ અને દુઓની જરૂર છે.’ તે સિવાય સાક્ષીએ હાલમાં જ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વેબ સીરીઝ એક અઘોરીના સફરની કહાની દર્શાવશે. આ સીરીઝ દ્વારા સમાજમાં ચાલી રહેલા ઘણા મિથ્સને તોડાવાનો પ્રયાસ કરાશે.