✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોની સહિતના આ સ્ટાર ખેલાડીઓએ બદલવું પડશે પોતાનું બેટ, જાણો શું છે કારણ...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2017 07:50 AM (IST)
1

લંડનઃ ટૂંકમાં જ ક્રિકેટમાં બેટને લઈને નવા નિયમ લાગુ થઈ રહ્યા છે. નવા નિયમ અનુસાર એક ઓક્ટોબર બાદ ડેવિડ વોર્નર, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બેટ બદલવા પડશે. કારણ કે આઈસીસીના નવા નિયમ અનુસાર બેટની જાડાઈ જે ખાસ કરીને બેટના નીચેના ભાગમાં હોય છે તે 40 એમએમથી વધારે ન હોવી જોઈએ.

2

કોહલી સહિત કે.એલ.રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતના બેટ કોહલી જેવા જ છે. ઉલ્લેખનીય છે કે નવા નિયમ અનુસાર બેટની પહોળાઈ 108mm અને ડેપ્થ 67mm હોઈ શકે છે. અને Edge એટલે કે બોર્ડર 40mmથી વધારે ન હોઈ શકે.

3

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને પોલાર્ડના બેટની જાડાઈ 50mmથી વધારે છે. આને કારણે આ પ્લેયર્સ ઓછી ઓવર્સ વાળી ગેમમાં ખતરનાક ફોર્મમાં આવી જતા હતા. ભારતની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની જ એકમાત્ર પ્લેયર છે જે આવી જાડાઈ વાળું બેટ વાપરે છે.

4

જોકે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તેનું બેટ પહેલેથી જ નવા નિયમો અનુસાર છે. સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને જો રૂટના બેટની કિનારી 40mmથી ઓછી છે.

5

ચાલુ વર્ષે માર્ચમાં મેલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ બેટની જાડાઈના સંદર્ભમાં આ નિર્ણય કર્યો હતો. તેનો અર્થ એ થયો કે હવે આ ખેલાડીઓએ નવા બેટ સાથે મેદાનમાં ઉતરવું પડશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોની સહિતના આ સ્ટાર ખેલાડીઓએ બદલવું પડશે પોતાનું બેટ, જાણો શું છે કારણ...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.