અમદાવાદના બે વિદ્યાર્થીઓ હિમાચલમાં ડ્રગ્સ લેવા ગયા ને પકડાઇ ગયા, જાણો વિગત
તેઓ જ્યાંથી જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં કુલુમાં પોલીસની નાકાબંધી હતી. પોલીસે લિખિતની કારની તપાસ કરતા ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને ચરસ પીવાના આદી છે અને મિત્રોને વેચવા માટે પણ આ જથ્થો ખરીદ્યો હતો. હાલ કુલુ પોલીસે લિખિત, બિહાન અને મલ્હારની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં બીબીએનો અભ્યાસ કરતા લિખિત વાસવાની અને બીકોમમાં અભ્યાસ કરતા બિહાન શાહની કુલુ ડિસ્ટ્રિકટ પોલીસે 400 ગ્રામના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે. કુલુ પોલીસ સ્ટેશનના તપાસનીશ એએસઆઇ અધિકારી નંદલાલે જણાવ્યુ છે કે લિખિત વાસવાની અને બિહાન શાહ દિલ્લી ગુડગાંવમાં રહેતા મલ્હાન શાહ નામના યુવકના સંપર્કમાં આવ્યા હતા.
મલ્હાને કુલુના મલાન ગામમાંથી ચરસ અપાવવાની વાત બંનેને કરી હતી. આથી બંને ફરવા જવાનો પ્લાન બનાવી ચારેક દિવસ પહેલાં અમદાવાદથી દિલ્લી ફ્લાઇટમાં આવ્યા હતા. જ્યાં મલ્હાન સાથે તેઓ કુલુ મનાલી પહોંચ્યા હતા. અહીં તેઓ હોટલમાં રોકાયા હતા. તેમજ મલાન ગામમાંથી ચરસ ખરીદ્યું હતું. આ પછી ચરસ સાથે તેઓ દિલ્લી તરફ કાર મારફતે જઇ રહ્યા હતા.
અમદાવાદ: શહેરના બે વિદ્યાર્થીઓ હિમાચલ પ્રદેશમાંથી ચરસ લઈને પરત ફરતી વખતે પકડાઇ ગયા છે. હિમાચલ પ્રદેશના મલાના ગામમાંથી ચરસ લઇને અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે હિમાચલ પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. કુલુ મનાલી ફરવા માટેનો પ્લાન કરીને વિદ્યાર્થીઓ ચરસ ખરીદવા માટે ગયા હોવાનું હાલ જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -