✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આતંકના મામલે USની પાક.ને લપડાકઃ આતંકીઓના 'સ્વર્ગ' સમાન દેશ ગણાવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2017 06:55 AM (IST)
1

અહેવાલ પ્રમાણે પાકિસ્તાને અન્ય આતંકી સંગઠનો જેમકે લશ્કર એ તોઈબા કે જૈશ એ મોહમ્મદ સામે પૂરતા પ્રમાણમાં કાર્યવાહી કરી નથી, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ આતંકી સંગઠનો પાકિસ્તાની ભૂમિ પરથી જ પોતાની પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. અહેવાલમાં ભારતનો પણ ઉલ્લેખ કરીને કહેવાયું છે કે ભારત સતત માઓવાદીઓ તથા પાકિસ્તાન સ્થિત આતંકીઓના હુમલાનો સામનો કરી રહ્યું છે.

2

અમેરિકન કોંગ્રેસે જારી કરેલા વાર્ષિક ‘કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ’ નામના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન આર્મી અને સુરક્ષાદળો દ્વારા જે આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી તે તહરીક એ તાલિબાન પાકિસ્તાન જેવાં સંગઠનો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન દ્વારા અફઘાન તાલિબાન કે હક્કાની જેવા આતંકી જૂથો સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી કે પછી તેમના દ્વારા અમેરિકન હિતોને થતું જોખમ ઘટે એવા કોઈ પગલાં પણ લીધાં નથી.

3

વોશિંગ્ટનઃ પાકિસ્તાન એક વખત ફરી આતંકવાદના મામલે વિશ્વ સમુદાયની સામે ઉઘાડું પડ્યું છે. અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત અને સ્વર્ગ સમાન દેશોની યાદીમાં સામેલ કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મૌહમ્મદ જેવા આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાંની ભૂમિ પર જ આતંકવાદીઓ ગતિવિધિઓનું સંચાલન કરે, આતંકવાદીઓને ટ્રેનિંગ આપવી અને ફંડ એકઠું કરવાની પ્રવૃતિ કરે છે.

  • હોમ
  • દુનિયા
  • આતંકના મામલે USની પાક.ને લપડાકઃ આતંકીઓના 'સ્વર્ગ' સમાન દેશ ગણાવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.