ધોનીએ બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની જરૂર, નહીંતર થઈ શકે છે..........
પ્રસાદનું નિવેદન એ વાતનો ઈશારો કરે છે કે, જો ધોની તેની બેટિંગ નહીં સુધારે તો કંઈ પણ થઈ શકે છે. ધોનીએ એશિયા કપ દરમિયાન બેટિંગથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં પણ ધીમી બેટિંગથી ધોનીની ખૂબ ટીકા થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રસાદે જણાવ્યું કે, ભારતે દુબઈમાં એશિયા કપ જીત્યો આગામી વર્ષે વર્લ્ડ કપ યોજાવાનો છે અને આ ખિતાબ જીતવો ખાસ મહત્વનો છે. રિષભ પંત તેની ઇનિંગની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ધોનીના વિકેટકિપિંગનો હજુ પણ કોઈ જવાબ નથી. તેણે રન બનાવવાની જરૂર છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈની સિલેક્શન કમિટીના ચેરમેન એમએસકે પ્રસાદે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપને લઈ અમે એશિયા કપમાં રિયલિટી ચેક કર્યું હતું. અમારા મિડલ ઓર્ડરમાં હજુ પણ અનેક ખામીઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -