ધોની 24 વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરી ચૂક્યો છે આ કારનામું, જાણો વિગતે
ધોનીએ ઇનિંગના અંતિમ બોલ પર ડીપ સ્કવેર લેગ પર શાનદાર સિક્સ મારી હતી. જે બાદ તે દોડતો દોડતો પેવેલિયનમાં દાખલ થયો તે સમયે સમગ્ર સ્ટેડિયમ ધોની-ધોનીથી ગુંજી ઉઠ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકટની વાત કરવામાં આવે તો ધોનીએ કરિયરમાં અત્યાર સુધી 24 વખત સિક્સ ફટકારીને ઇનિંગ ફિનિશ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકટકઃ બુધવારે રાતે કટરમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ચોથા નંબર પર રમવા ઉતરેલા ધોનીએ માત્ર 22 બોલમાં જ 39 રનની ઇનિંગ રમીને શ્રીલંકા માટે 181 રનનો પડકાર ઉભો કર્યો.
ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરવામાં આવે તો ધોનીએ કરિયરમાં અત્યાર સુધી 24 વખત સિક્સ મારી ઇનિંગ સમાપ્ત કરી છે. જેમાં 13 વખત વનડેમાં, 8 વખત ટી-20 અને 3 વખત ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. ધોની વનડેમાં 9 વખત ટાર્ગેટનો પીછો કરતી વખતે, ટી-20માં 3 વખત ટાર્ગેટ પાર પાડતી વખતે અને ટેસ્ટમાં 1 વખત લક્ષ્યાંકનો પીછો કરતી વખતે આ પરાક્રમ કરી ચૂક્યો છે.
ધોનીએ ટી-20 ઈન્ટરનેશનલમાં 20મી ઓવરના અંતિમ બોલ પર સિક્સર ફટકારવાના મામલે ટોચ પર છે. ધોની 5 વખત આ કારનામું કરી ચૂક્યો છે. જે બાદ શ્રીલંકાનો એન્જેલો મેથ્યૂઝ, બાંગ્લાદશનો મશરફે મુર્તઝા, અફઘાનિસ્તાનનો શફીઉલ્લાહ અને ન્યૂઝીલેન્ડનો નાથન મેક્કુલમ 2-2 વખત આ પરાક્રમ કરી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -