ધોનીએ T20માં બનાવ્યો વધુ એક રેકોર્ડ, આ ખેલાડીને પાછળ રાખીને પહોંચ્યો ટૉપ પર
ધોનીએ આ રેકોર્ડ 288 ટી-20 મેચોમાં હાંસલ કર્યો છે, જ્યારે આ લિસ્ટમાં બીજા નંબરે કિરોન પોલાર્ડનુ નામ છે જે 420 મેચોમાં 105 વાર નૉટઆઉટ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ માત્ર 288 ટી-20 મેચોમાં 106 ઇનિંગમાં નૉટઆઉટ રહીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ પહેલા નૉટઆઉટ રહેવાનો આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન કીરોન પોલાર્ડના નામે હતો. જેને રવિવારે રમાયેલી ચેન્નાઇ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ધોનીએ તોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડમાં ધોની કિરોન પોલાર્ડથી અનેકગણો આગળ દેખાઇ રહ્યો છે, ધોનીની એવરેજ 38.51ની છે.
નવી દિલ્હીઃ રવિવારે રમાયેલી આઇપીએલ-11ની હૈદરાબાદ અને ચેન્નાઇની મેચમાં ઇન્ડિયના બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વખતે ધોની એ ટી-20 મેચોમાં સૌથી વધુવાર નૉટઆઉટ રહેવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ધોની હૈદરાબાદ સામેની મેચમાં 14 બૉલમાં 20 રન ફટકારીને નૉટઆઉટ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -