નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહીંયા જીત હાંસલ કરીને સીરિઝમાં 3-0ની લીડ લેવાનો પ્રયત્ન કરશે. આ મેચ ધોની અને વિશ્વભરના તેના ફેન્સ માટે ખાસ રહેવાની છે. કારણકે રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ સ્ટેડયિમમાં પેવેલિયનના સ્ટેન્ડનું નામ આ મહાન ખેલાડી પરથી રાખવામાં આવી રહ્યું છે. આ માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને ધોનીનું નામ મોટા અક્ષરોમાં લખી દેવામાં આવ્યું છે.

સ્ટેન્ડના અનાવરણ માટે જ્યારે રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા ધોનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે રસપ્રદ જવાબ આપ્યો હતો. જેસીએના સચિવ દેવાશીષ ચક્રવર્તીએ બુધવારે  જણાવ્યું કે, ગત વર્ષે એજીએમમાં નોર્થ બ્લોકનું નામ ધોની રાખવાનો ફેંસલો લેવાયો હતો. જ્યારે અમે તેને આ મામલે વાત કરી ત્યારે તેણે કહ્યું કે, દાદા શું તેના ઘરમાં જ ઉદ્ઘાટન કરશે ? તેનો આ જવાબ સાંભળી અમને સુખદ આશ્ચર્ય થયું હતું.  તેણે સાબિત કર્યું હતું કે તે હજુ પણ પહેલા જેટલો વિનમ્ર છે.



ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે રમાનારી મેચ ધોનીની તેના ઘરઆંગણે  અંતિમ મેચ હોઈ શકે છે. ધોની ક્રિકેટ વર્લ્ડકપ 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આઈપીએલમાં રાંચના મેદાન પર કોઇ મેચ રમાવાની નથી, તેથી રાંચીના લાડલા માટે ઘરેલુ મેદાન પર આ અંતિમ મેચ હશે.

INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video

ધોનીએ રાંચીના મેદાન પર તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ ત્રણ વન ડે મેચ રમી છે. જેમાંથી તેને એક વન ડેમાં બેટિંગનો મોકો પણ મળ્યો નહોતો. સૌથી પહેલા તેણે 2013માં ઇંગ્લેન્ડ સામે વન ડે રમી હતી. જેમાં તેણે અણનમ 10 રન બનાવ્યા હતા. જે બાદ 2016માં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં 11 રન બનાવી આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળ્યું વધુ એક ઉપનામ, જાણો વિગત