સાક્ષી છે ધોનીના ત્રીજા નંબરની પ્રેમિકા, બીજી કઈ બે છોકરીઓ સાથે થયો હતો ધોનીને પ્રેમ ? જાણો ધોનીની કબૂલાત
ધોનીએ જણાવ્યું કે, જ્યારે તે 12માં ધોરણમાં ભણતો હતો ત્યારે સ્વાતિ નામની છોકરી તેનો પ્રથમ પ્રેમ હતી. આ 19 વર્ષ પહેલાની વાત છે. જે બાદ ધોનીએ મજાકમાં કહ્યું કે તેની પત્ની સાક્ષીને આ અંગે જણાવતા નહીં.
‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ મુજબ, ટીમ ઈન્ડિયામાં જ્યારે ધોનીની એન્ટ્રી થઈ તે સમયે તેનું અફેર પ્રિયંકા ઝા નામની છોકરી સાથે હતું. ધોનીની પ્રિયંકા સાથે મુલાકાત ફ્લાઇટમાં થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ બની ગયા હતા. પરંતુ આ દરમિયાન એક સડક દુર્ઘટનામાં પ્રિયંકાનું મોત થઈ ગયું. જેનાથી ધોની ભાંગી પડ્યો.
ફિલ્મ આવ્યા બાદ જ ફેન્સને માહી સાક્ષી પહેલા અન્ય યુવતીને પ્રેમ કરતો હતો તેની જાણ થઈ હતી.
હાલ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે બીજા નંબર પર છે.
નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ તેના અંગત જીવન અંગે ક્યારેય ખુલીને વાત કરતો નથી. તે હંમેશા લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે. તેમ છતાં તેનું વર્ષો જૂનું એક રહસ્ય દુનિયા સમક્ષ આવી ગયું. આ રહસ્ય છે તેના પ્રથમ પ્રેમનું.
આ ઘટનામાંથી બહાર નીકળવામાં ધોનીને ઘણો સમય લાગ્યો. જે બાદ સાક્ષી તેની જિંદગીમાં આવી અને બાદમાં ધોનીએ સાક્ષી સાથે મેરેજ કરી લીધા હતા. હાલ બંનેને જીવા નામની એક દીકરી છે.
ધોનીએ એક ઈવેન્ટમાં જ્યારે આ રહસ્ય ખોલ્યું ત્યારે તેની ચેન્નાઈ ટીમના સાથી સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને શેન વોટસન પણ હાજર હતા. ઈવેન્ટ દરમિયાન એન્કરે ધોનીને એક એવો સવાલ પૂછ્યો કે સાંભળીને જરા આશ્ચર્યમાં પડી ગયો. પહેલા તો ધોનીએ સવાલનો જવાબ આપવાથી બચી રહ્યો હતો પરંતુ તેમ છતાં તેણે તેના પ્રથમ પ્રેમ અંગે જણાવવું પડ્યું.