ધોનીને T20 ટીમમાં પડતો મુકવા અંગે કોહલીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- પંતને તક આપવા ધોનીએ આપી કુરબાની
રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યા બાદ કેરેબિયન ટીમ સામે ટેસ્ટ સીરિઝમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણી દરમિયાન એકદિવસીય મેચમાં તેણે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમાં ટેસ્ટ શ્રેણી જેવો દેખાવ કરી શક્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીને ટીમમાં સામેલ ન કરવા અંગે ખુલાસો કરતાં કોહલીએ જણાવ્યું કે, યુવા વિકેટકિપર બેટસમેન રિષભ પંતને ટ્વેન્ટી-2૦માં તક મળે તેવા આશયથી ધોની સામે ચાલીને જ ખસી ગયો હતો. ધોની અંગેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, મને ખ્યાલ છે, ત્યાં સુધી પસંદગીકારો આ અંગે વિસ્તારપૂર્વક ખુલાસો કરી ચુક્યા છે. હું તેમની વચ્ચેની વાતચીતમાં સામેલ નહતો. મને લાગે છે એ આ મામલે લોકોમાં જુદી-જુદી ચર્ચા ચાલતી રહી છે. જોકે હું એ વાતથી ખાતરી આપુ છું કે, તે અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
કોહલીએ કહ્યું કે, ધોની હજુ ભારતીય વન ડે ટીમનો મહત્વનો હિસ્સો છે. ધોનીને લાગે છે કે, ટ્વેન્ટી-2૦ના ફોર્મેટમાં રિષભ પંત જેવા ખેલાડીને વધુ તક મળવી જોઈએ. ધોની વન ડેમાં તો રમી જ રહ્યો છે. તે માત્ર યુવા ખેલાડીઓને મદદ કરવા ઈચ્છી રહ્યો છે. લોકો ધોનીને પડતા મુકવાની પાછળ જુદા-જુદા તારણો કાઢી રહ્યા છે. જોકે ટીમના કેપ્ટન તરીકે હું કહુ છું કે, આવા તારણોમાં કોઈ સચ્ચાઈ નથી.
ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણી જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ સિરિઝમાં રાયડુ અને ખલીલના દેખાવથી અમે પ્રભાવિત થયા છે. તેઓ આ સિરીઝની ફલશ્રુતિ સમાન છે. બંને આગામી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં પણ આવો દેખાવ કરે તેવી અપેક્ષા છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી પડતો મુકવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઘણા વિવેચકોએ આને ધોનીની કરિયર પૂરી થઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. ધોનીને ટીમમાં કેમ સામેલ ન કરવામાં આવ્યો તેને લઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -