મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી હુમા કુરેશી હવે પોતાના ફોટોશૂટને લઇને ટ્રૉલ થઇ રહી છે, ફોટોશૂટની તસવીર વાયરલ થતાં લોકો તેને વિચિત્ર રીતે ટ્રૉલ કરી રહ્યાં છે, ખરેખરમાં એક્ટ્રેસે રસોડા-કિચર ફોટોશૂટ કરાવ્યુ છે, જો લોકોને પસંદ નથી આવી રહ્યું.

ખરેખર, એક્ટ્રેસ હુમા કુરેશીએ સ્ટાઇલિશ અંદાજમાં રસોડામાં ફોટોશૂટ કરાવ્યુ છે. બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે ચાલુ રસોડુ દેખાઇ રહ્યુ છે, અને એક્ટ્રેસ પગમાં જુતા પહેરીને ખાઇ રહી છે, એટલે કે ફૂડ એન્જૉય કરી રહી છે.


લોકો ટ્રૉલ કરતાં કહી રહ્યાં છે કે રસોડામાં જુતા ના લઇને જવાય. યૂઝર્સે કહ્યું કે ખાવાનું બનાવવી જગ્યા- રસોડામાં જુતા પહેરીને ના જવાય. તો બીજા યૂઝરે લખ્યુ કે રસોડામા જુતા નથી મુકાતા, વળી બીજાએ લખ્યુ કે, શરમ આવવી જોઇએ, બસ આ જ જોવાનુ બાકી રહી ગયુ છે