યુવા બાબતો અને રમત મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આ વર્ષથી બંધ કરવામાં આવશે.  હવે આ એવોર્ડની જગ્યાએ અર્જુન લાઇફટાઇમ એવોર્ડ આપવામાં આવશે. 2002માં હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે શરૂ થયેલ ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ ઓલિમ્પિક ગેમ્સ, પેરાલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અન્ય રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓને આપવામાં આવે છે.


કેન્દ્રીય રમત મંત્રાલયે ગુરુવારે આ વર્ષથી ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે તેની જગ્યાએ અર્જુન લાઈફટાઈમ એવોર્ડ શરૂ કરવામાં આવશે. મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદના નામ પર 2002થી ધ્યાનચંદ લાઇફટાઇમ એવોર્ડ ઓલિમ્પિક ગેમ્સ, પેરાલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ વગેરે જેવી રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓને આપવામાં આવે છે. વર્ષ 2024 માટે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે.


વર્ષ 2023માં આ પુરસ્કાર પૂર્વ બેડમિન્ટન ખેલાડી મંજુષા કંવર, ભૂતપૂર્વ હૉકી ખેલાડી વિનીત કુમાર અને કબડ્ડી ખેલાડી કવિતા સેલ્વરાજને આપવામાં આવ્યો હતો. મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, રમત પુરસ્કારો માટેની વિવિધ યોજનાઓને તર્કસંગત બનાવવામાં આવી છે જેમાં ધ્યાનચંદ એવોર્ડની જગ્યાએ અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો છે. તે હવે પાયાના સ્તરે કોચના પ્રયાસોને માન્યતા આપવા માટે દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પાત્ર છે.                                              


રમત મંત્રાલયે કહ્યું કે અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને તે રમતગમતના વિકાસમાં આજીવન યોગદાન માટે આપવામાં આવશે. આ ઉપરાંત ખેલો ઈન્ડિયા યોજનાને માન્યતા આપવા માટે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે યુનિવર્સિટીને મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવશે.                                                                  


આ પણ વાંચોઃ


Hockey: ઓલિમ્પિકની સફળતા બાદ ભારતની પ્રથમ હાર, હૉકીમાં 'સરપંચ સાહબ' ના અપાવી શક્યા જીત