નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ક્રિકેટર પૃથ્વી શૉ ડોપીંગ ટેસ્ટમાં નિષ્ફળ ડતાં બીસીસીઆઇએ તેને આઠ મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. પૃથ્વીને તમામ ફોર્મેટમાં સસ્પેન્ડ કર્યો હતો. જેને લઈ પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ પસંદગીકર્તા દિલીપ વેંગસરકરે કહ્યું કે, ડોપિંગ મામલે યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ પર લગાવવામાં આવેલો 8 મહિનાનો પ્રતિબંધ મોટી સજા છે.

તેમણે કહ્યું, મને લાગે છે કે શૉને આપવામાં આવેલી સજા તેના અપરાધ કરતાં અનેક ગણી કડી છે. બીસીસીઆઈએ તેની ઉંમર અને બેકગ્રાઉન્ડને જોતાં સજા આપવામાં ઢીલ દાખવવી જોઈતી હતી. સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા યુવા ખેલાડી માટે આ કડક સજા છે. સામાન્ય પરિવારમાંથી આવતા ખેલાડીને પ્રતિબંધિત દવા અને ખાંસીના સિરપ વચ્ચે અંતરની ખબર નથી હોતી.

વેંગસરકરે કહ્યું, તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાદવાના બદલે ત્રણ-ચાર મહિના માટે સસ્પેન્ડ કરવો જોઈતો હતો. જે સમસ્યાનું પણ સમાધાન હોત અને અન્ય ખેલાડીઓ માટે પણ સબક હોત.

થોડા જ કલાકમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, નંબર 4 માટે આ છે દાવેદાર, જાણો વિગત

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ

ઓલપાડ બાદ ખંભાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો