ધોની બાદ દિનેશ કાર્તિકે T-20માં લગાવી અનોખી ફિફ્ટી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Mar 2018 02:48 PM (IST)
1
દિનેશ કાર્તિક ટી-20 ક્રિકેટમાં 50 સ્ટમ્પિંગ કરનારો ભારતનો બીજો અને વિશ્વનો ચોથો વિકેટકિપર બની ગયો છે. બુધવારે બાંગ્લાદેશ સામેની મેચમાં વોશિંગ્ટન સુંદરની બોલ પર લિટન દાસને સ્ટંપ આઉટ કરીને આ ઉપલબ્ધિ મેળવી હતી.
2
કોલંબોઃ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને નિદાહાસ ટ્રાઈ સીરિઝની પાંચમી મેચમાં 17 રનથી હાર આપી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ મેચમાં અનેક હીરો રહ્યા પરંતુ ભારતીય ટીમના વિકેટકિપર દિનેશ કાર્તિકે એક અનોખી સિદ્ધી હાંસલ કરી છે.
3
ભારતનો ધોની 277 મેચમાં 70 સ્ટંપ સાથે બીજા નંબર પર છે. શ્રીલંકાનો કુમાર સંગાકાર 60 સ્ટંપ સાથે ત્રીજા સ્થાને છે.
4
ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સ્ટપિંગનો રેકોર્ડ પાકિસ્તાનના કામરાન અકમલના નામે છે. અકમલે 217 ટી-20 મેચમાં 92 સ્ટંપ કર્યા છે.