IND vs SA: ત્રીજી ટેસ્ટમાં આ ખેલાડી ટીમમાં સામેલ થતાં જ બનશે અનોખો રેકોર્ડ
ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો ત્રીજી ટેસ્ટમાં કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે તો ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ત્રણેય ટેસ્ટમાં અલગ-અલગ વિકેટકિપર સાથે મેદાન પર ઉતરવાનો અનોખો રેકોર્ડ બનશે.
ભારતીય ટીમ માટે સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત કંઇ ખાસ રહી નથી. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે એક અનોખો રેકોર્ડ બનશે.
ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.
પ્રથમ ટેસ્ટમાં વિકેટકિપર રિદ્ધિમાન સાહાએ મેચમાં કુલ 10 કેચ પકડીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચ દરમિયાન તેને હાર્મસ્ટ્રિંગ ઇન્જરી થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું.
જે બાદ બીજી ટેસ્ટમાં પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ કંગાળ વિકેટકિપિંગ અને બેટિંગમાં પણ બંને ઇનિંગમાં તે ફ્લોપ રહ્યો હતો.