બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાનને હરાવી ભારત સતત બીજી વખત બન્યું વિશ્વ ચેમ્પિયન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ટીમ ઈન્ડિયા ફરી એક વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગઈ છે. શનિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પોતાની કટ્ટર હરિફ ટીમ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી સતત બીજી વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે.
તેના પહેલા ભારતીય ટીમ વર્ષ 2012 અને 2017માં પાકિસ્તાનને હરાવી ટી-20 બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ પોતના નામે કરી ચુકી છે.
ભારતે બીજી વખત આ વિશ્વકપ જીત્યો છે. તેના પહેલા વર્ષ 2014માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ વિશ્વકપ જીત્યો હતો. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું.
ભારત-પાકિસ્તાનની રોમાંચક ફાઈનલમાં ભારતે 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી. ભારત તરફથી સુનીલ રમેશે 93 રન અને અજય કુમાર રેડ્ડીએ 62 રન બનાવ્યા હતા. પાકિસ્તાને પ્રથમ ટોસ જીતી બેટીંગ કરતા 40 ઓવરમાં 8 વિકેટે 309 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -