10 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમશે આ ભારતીય ક્રિકેટર, જાણો વિગત
દિનેશ કાર્તિકે કહ્યું કે, મને ભૂતકાળનું યાદ રહેતું નથી. મારી યાદશક્તિ નબળી છે. મને એટલું જ યાદ છે કે મારું પ્રદર્શન સારું હતું. મને એટલું યાદ છે કે તે સીરિઝની ત્રણેય ટેસ્ટમાં બંને ટીમોએ એક સમાન પ્લેઇંગ ઇલેવન ઉતારી હતી.
કાર્તિકે જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટ રમીને વાપસી કરી હતી. ભારતનો નિયમિત ટેસ્ટ વિકેટકિપર રિદ્ધિમાન સાહા ખભાના ઓપરેશનના કારણે ટીમમાંથી બહાર છે. આ કારણે કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે.
કાર્તિક 2007માં ઈંગ્લેન્ડમાં રમાયેલી સીરિઝમાં લોર્ડ્સમાં 60, ટ્રેન્ટ બ્રિજમાં 77 અને ઓવલમાં 91 રનની ઈનિંગ રમી હતી. તેણે બીસીસીઆઈ ટીવીને કહ્યું, હું થોડો નર્વસ છું, સાથે રોમાંચિક પણ છું. લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. ઈંગ્લેન્ડમાં રમવું પડકારજનક હોય છે, અન્ય ખેલાડીઓની જેમ હું પણ ઉત્સાહિત છે.
નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ સામે 2007માં સીરિઝ જીતમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક 10 વર્ષ બાદ ફરી તે જ વિરોધી ટીમ સામે ટેસ્ટ સીરિઝ રમવા માટે તૈયાર છે. ભારતે તે સીરિઝ બાદ ઈંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સીરિઝ જીતી નથી. કાર્તિક એક એવો ખેલાડી છે જે હજુ પણ ટેસ્ટ ટીમનો સભ્ય છે. પોતાની નવી ટેસ્ટ સીરિઝ પહેલા કાર્તિક નર્વસ તો છે પણ રોમાચિંત પણ છે.