IND vs SA: ઘાયલ વિકેટકિપર સાહાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકનો સમાવેશ
દિનેશ કાર્તિક જાન્યુઆરી 2010માં બાંગ્લાદેશ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો. કાર્તિક અત્યાર સુધીમાં 23 ટેસ્ટમાં 27.7ની સરેરાશથી 1000 રન નોંધાવી ચુક્યો છે.
ઘાયલ થયેલો વિકેટકિપર સાહા અત્યાર સુધીમાં 32 ટેસ્ટમાં 30.63ની સરેરાશથી 1164 રન નોંધાવી ચુક્યો છે. પ્રથમ ટેસ્ટમાં તેણે કુલ 10 કેચ પકડીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો.
સેંચુરિયન ટેસ્ટમાં ઘાયલ સાહાની જગ્યાએ ટીમમાં ગુજરાતના પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેનું નબળું વિકેટકિપિંગ ભારતીય ટીમ માટે પરેશાની બન્યું છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ મેચનો વિકેટ કિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઘાયલ થયો હતો. જેના કારણે બીજી મેચમાં ગુજરાતના પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીરિઝની બાકીની મેચ માટે સાહાના બદલે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકનો સમાવેશ કરવમાં આવ્યો હોવાનું બીસીસીઆઈ દ્વારા જણાવાયું છે. ત્રીજી ટેસ્ટ પહેલા કાર્તિક ટીમ સાથે જોડાઈ જશે.