અફઘાનિસ્તાનમાં ઇન્ડિયન એમ્બેસી પર રૉકેટ હુમલો, ITBPના સેલને નુકશાન
તેમને ટ્વીટ લખ્યું, ‘‘કાબુલમાં અમારા દુતવાસના પરિસરમાં થોડાક સમય પહેલા એક રૉકેટ આવીને પડ્યું જેનાથી દુતવાસ પરિસરના પાછળની બાજુના કેટલાક ભાગને નુકશાન થયું.’’ કુમારે એ પણ જણાવ્યું કે ત્યાં ભારતના ચાર્જ ડિ અફેયર્સે માહિતી આપી હતી કે દુતવાસના બધા કર્મચારી સુરક્ષિત છે.
તેમને ટ્વીટર પર લખ્યું કે રૉકેટે ત્રણ માળની આઇટીબીપીની બેરેકની છતને નુકશાન પહોંચાડ્યું પણ કોઇ જાનહાનિ થઇ નથી. બધા ભારતીય અને દુતવાસ કર્મી સુરક્ષિત છે. વિદેશ મંત્રી મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ભારતના ચાર્જ ડી અફેયર્સે જણાવ્યું કે દુતવાસના બધા કર્માચારીઓ સુરક્ષિત છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનન રાજધાની કાબુલમાં ભારતીય દુતવાસના પરિસરમાં રૉકેટ પડ્યું હોવાન સમાચાર સામે આવ્યા છે. રૉકેટ પડવાથી પરિસરમાં આટીબીપીન સેલને નુકશાન થયું હતું, જોકે, બધા મિશનના બધા કર્મચારીઓ સુરક્ષિત રહ્યાં હતાં. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ માહિતી આપી, સુષ્માએ કહ્યું ચાંસરી કમ્પાઉન્ડમાં રૉકેટ આવીને પડ્યું હતું.
જોકે, એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે રૉકેટ હુમલામાં ભારતીય દુતવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું કે, જે આફગાનિસ્તાનની રાજધાનીના ઉચ્ચ સુરક્ષા વાળા રાજકીય વિસ્તારમાં આવેલું છે.