નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડ ખેલાડી દિનેશ મોંગિયાએ 42 વર્ષની ઉંમરમાં ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધુ છે. દિનેશ મોંગિયાએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2003માં રમ્યો હતો.


ખાસ વાત એ છે કે 42 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સન્યાસ લેનારા દિનેશ મોંગિયાએ છેલ્લી મેચ 2007માં એટલે કે 12 વર્ષ પહેલા રમી હતી, મોંગિયાએ 2001માં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ હતુ.



ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ક્રિકેટ લીગ (Indian Cricket League)માં રમવા માટે બોર્ડે તેને બેન કરી દીધો હતો. તેને પંજાબ માટે 1995-96માં ડેબ્યૂ કર્યુ હતુ, વળી ટીમ ઇન્ડિયા માટે 2001માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા દિનેશ મોંગિયાએ પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી હતી.



દિનેશ મોંગિયાના ક્રિકેટ કેરિયરની વાત કરીએ, તો મોંગિયાએ 57 વનડે રમીને 1230 રન બનાવ્યા છે, આમાં એક સદી અને ચાર અડધીસદી સામેલ છે. મોંગિયાનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 159 રન છે.