નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જેના આંકડા જોઇને કોઇપણ ભારતીયને ગુસ્સો આવી જશે. આ રેકોર્ડ બૉલિંગમાં નહીં પણ બેટિંગમાં નોંધાયો છે. મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં એકપણ રન નથી બનાવ્યો, એટલે કે ખાતુ પણ નથી ખોલાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ બાદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સુધીની ઇનિંગમાં મોહમ્મદ શમી 0 રન પર જ આઉટ થયો છે.

મોહમ્મદ શમીની છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગના આંકડા....
વેસ્ટ ઇન્ડિઝ, જમેકા ટેસ્ટ- 0 (2)
વેસ્ટ ઇન્ડિઝ, એન્ટીગા ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન ટેસ્ટ- 0*( 3)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0* (0)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા એડિલેટ ટેસ્ટ- 0 (1)



શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે 3 બોલનો જ સામનો કર્યો છે. આ મામલે તેણે દિગ્ગજ ભારતીય સ્પિનર ભાગવત ચંદ્રશેખરની બરાબરી કરી લીધી છે. ચંદ્રશેખરની કરિયરમાં એક સમય આવો આવ્યો હતો. જેમાં તેમણે છ ઈનિંગમાં ખોતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શમીએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લે ડબલ ફિગરમાં રન ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે લોર્ડ્સ ટેસ્ટમાં બનાવ્યા હતા. જે બાદ ટેસ્ટ ક્રિકેટમાં તે ડબલ ફિગરમાં પહોંચી શક્યો નથી.



ઉલ્લેખનીય છે કે બેટિંગમાં ફેઇલ જનારો મોહમ્મદ શમીએ બૉલિંગમાં પોતાની ધાર વધુ તેજ બનાવી છે. હાલમાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. જોકે શમીની બેટિંગ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. કારણકે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પૂંછડીયા બેટ્સમેનના રનનું યોગદાન પણ ઓછુ આંકી શકાય તેમ નથી.



ટેસ્ટ ક્રિકેટમાં શમીના નામે એક અડધી સદી પણ નોંધાયેલી છે. તેણે 2014માં ઈંગ્લેન્ડ સામે નોટિંઘમમાં અણનમ 51 રન બનાવ્યા હતા.

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા

કુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગત