24 વર્ષ પહેલા અઝહરના એક ફેંસલાથી બદલાઈ હતી સચિનની જિંદગી, જાણો વિગત
સચિનને વનડેમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ભારતીય કેપ્ટન અઝહરુદ્દીનનો હતો. 1994માં ન્યૂઝીલેન્ડ સામે ઈન્ડિયાના નિયમિત ઓપનર નવજોત સિંહ સિદ્ધુ ઇજાગ્રસ્ત થતાં સચિને ઓપનિંગ કર્યું હતું. સચિન આ અંગે કેપ્ટન અઝહરુદ્દીન અને મેનેજર અજીત વાડેકરને અપીલ કરી ચૂક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીચલા ક્રમમાં બેટિંગ કરતી વખતે સચિને 119 મેચમાં 33ની સરેરાશથી 3116 રન બનાવ્યા છે.
સચિન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે.
સચિને પ્રથમ વાર ઓપનિંગ કર્યું અને તેણે 49 બોલમાં 82 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. જેમાં 15 ચોગ્ગા અને બે છગ્ગા પણ સામેલ હતા. 143 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતે સાત વિકેટથી મેચ જીતી હતી. સચિન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો. અઝહરનો આ દાવ સફળ રહ્યો.
ઓપનર તરીકે સચિને 344 મેચમાં 48.29ની સરેરાશથી સર્વાધિક 15,310 રન બનાવ્યા છે. સચિને વનડે કરિયરમાં કુલ 49માંથી 45 સદી ઓપનિંગ કરતી વખતે નોંધાવી છે. વનડેમાં તેણે પ્રથમ સદી 79મી મેચમાં બનાવી હતી.
મુંબઈઃ 27 માર્ચ, 1994નો દિવસ ક્રિકેટ માટે ઐતિહાસિક સાબિત થયો હતો. આજથી 24 વર્ષ પહેલા વન-ડે ક્રિકેટમાં એક એવો ઓપનોર મળ્યો જેને વિશ્વએ માસ્ટર બ્લાસ્ટનું નામ આપ્યું. આ વ્યક્તિનું નામ છે સચિન રમેશ તેંડુલકર. વન-ડે કરિયની 70મી મેચમાં સચિનને ઓપનિંગનો મોકો મળ્યો. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. જે બાદ તે એક પછી એક અનેક રેકોર્ડ તેના નામે કરતો ગયો.
અઝહરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, મારા દિમાગમાં પહેલાથી જ સચિનને ઓપનિંગ કરાવવાનો વિચાર હતો. પાંચમાં કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે તેને પાંચ કે છ ઓવર જ રમવા મળતી હતી. મેં વિચાર્યું કે સચિન જેવા આક્રમક બેટ્સમેનને નીચલા ક્રમમાં ઉતારીને તેની ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. જે બાદ મેં તેને ઓપનિંગ કરવા કહ્યું.
સચિને ઓટોબાયોગ્રાફી પ્લેઇંગ ઇટ માય વેમાં ખુલાસો કર્યો કે મારી પાસે બોલરો પર આક્રમણ કરવાની ક્ષમતા હતી. વનડેની પ્રથમ 15 ઓવરોમાં ફિલ્ડ પ્રતિબંધનો ફાયદો ઉઠાવવો એક મોટી વાત હતી. મારે ખુદને સાબિત કરવાનો એક મોકો જોઈતો હતો. મેં વાડેકર સર (તત્કાલીન ટીમ મેનેજર)ને કહ્યું કે જો હું નિષ્ફળ જાવ તો ફરી વખત ઓપનિંગની વાત નહીં કરું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -