હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી થયો બહાર, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન, જાણો વિગત
દુબઈઃ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કમરમાં ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દીપક ચહર ભારત તરફથી તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટી20 રમ્યો હતો. જે સિવાય તે વનડે કે ટેસ્ટ રમ્યો નથી. આઈપીએલમાં તે રાજસ્થાન રોયલ્સ અને રાઇસિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંડ્યા પોતાની પાંચમી ઓવર કરી રહ્યો હતો તે દરમિયાન બોલ ફેંકતા સમયે તેને પીઠમાં દર્દ થતાં મેદાન પર જ સૂઇ ગયો હતો. ત્યારબાદ તે ઉઠી શક્યો નહોતો અને તેને સ્ટ્રેચર પર બહાર જવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. પંડ્યાએ 4.5 ઓવરમાં 24 રન આપ્યા હતા અને તેને કોઇ વિકેટ મળી નહોતી.
પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં પંડ્યા દર્દના કારણે મેદાન પર જ પડી ગયો હતો અને તેને સ્ટ્રેચરમાં નાંખીને બહાર લઈ જવો પડ્યો હતો. જે બાદ તે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે તેવી આશંકા હતી. પાકિસ્તાનની ઇનિંગની 18મી ઓવરમાં હાર્દિકને ઇજા પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -