રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું. હાર્દિકે 25 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેણે મિડવિકેટ પર સિક્સર ફટકારી 50 રન પુરા કર્યા હતા. આ પછી આગામી 12 બોલમાં સદી પુરી કરી નાખી હતી. 12 બોલમાં હાર્દિકે 51 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 10 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.
મોટા શૉટ રમવાની પોતાની ક્ષમતા વિશે 26 વર્ષીય ઑલરાઉન્ડરે કહ્યું કે, ‘જો બોલ મારી પહોંચમાં હોય તો હું દમદાર શૉટ ફટકારવાથી ખચકાતો નથી. મોટાભાગે પરિણામ મારા પક્ષમાં આવે છે. હું પહેલેથી આક્રમક રમવા માટે વિચારીને મેદાન પર નથી ઉતરતો.’
આના પહેલા પંડ્યાએ ઈજા બાદ કમબેક કરતા પોતાની પ્રથમ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 38 રન ફટકાર્યા હતા.
હાર્દિકની આ આક્રમક ઇનિંગ્સની મદદથી રિલાયન્સ વનની ટીમે સીએજી સામે 20 ઓવરમાં 5 વિકેટે 252 રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય અનમોલ પ્રીત સિંહે 88 રનની ઇનિંગ્સ રમી હતી. શિખર ધવન ખાતું ખોલાવી શક્યો ન હતો. સૌરભ તિવારી 26 રને આઉટ થયો હતો.