નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝમાં શાનદાર જીત નોંધાવી હતી. મેજબાન ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ 10 વિકેટે જ્યારે બીજી ટેસ્ટ મેચ 7 વિકેટે પોતાના નામે કરી હતી. કીવી ટીમે ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સોમવારે જ જીત મેળવી લીધેલ હતી. જીતવા માટે કીવી ટીમને માત્ર 132 રનની જરૂર હીત જે તેણે ટી બ્રેક પહેલા જ 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. આ સારીઝમાં ફાસ્ટ બોલર ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલે ભારતીય બેટ્સમોને પૂરી રીતે દબાણમાં રાખ્યા હતા. સાઉદી જ્યાં 14 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો તો બોલ્ટે પણ કુલ 11 વિકેટ મેળવી હતી.  ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી છે.


આ ટેસ્ટ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો. ત્યારે એક ફેને બોલ્ટને ડુંગળી પર ઓટોગ્રાફ આપવા કહ્યું તો બોલ્ટે પણ ડુંગળી પર ઓટોગ્રાફ આપ્યો અને ફેનને નિરાશ ન કર્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં બોલ્ટ ડુંગળી પર ઓટોગ્રાફ આપતા નજરે આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ટ્રેન્ટ બોલ્ટ ઇજાના કારણે ટી20 અને વન ડે સીરીઝથી બહાર રહ્યો હતો. પરંતુ ટેસ્ટ સીરીઝમાં બોલ્ટે ભારત વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને બે ટેસ્ટ મેચમાં કુલ 11 વિકેટ પોતાના નામે કર્યા.

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. તેના 180 પોઇન્ટ થઈ ગયા છે. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ 360 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે.