નવી દિલ્હીઃ સાઉથ આફ્રીકા પ્રવાસ પર વનડે અને ટી20 સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયમ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોણીમાં ઇજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. મેક્સવેલને જમણી કોણીમાં ઇજા થઈ છે જેનું ઓપરેશન કરવામાં આવશે. એવામાં આ ઓસ્ટ્રેલિયન ખેલાડી આઈપીએલના શરૂઆતના મેચમાંથી પણ બહાર થઈ શકે છે. મેક્સવેલે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં છે. અહેવાલ અનુસાર 31 વર્ષના મેક્સવેલને આ ઈજાથી બહાર આવતા ઓછામાં ઓછા 6-8 સપ્તાહનો સમય લાગી શકે છે.


મેક્સવેલે ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં ડાર્સી શોટને સામેલ કરવામાં આવ્યો છે. મેક્સવેલને બિગ બેશ લીગ દરમિયાન ઇજા થઈ હતી. ક્રિકેટમાંથી બ્રેક બાદ મેક્સવેલને પ્રથમ વખત નેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલા વિતેલા વર્ષે માનસિક રીતે બીમાર હોવાને કારણે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.



મેક્સવેલની ઇજા પર ઓસ્ટ્રેલિયાના સીલેક્ટર્સ ટ્રેવર હોન્સે કહ્યું, “મેક્સવેલ ઇજાગ્રસ્ત થવું ટીમ માટે એક મોટું નુકસાન છે. બ્રેક બાદ અમે નેશનલ ટીમમાં તેને રમતો જોવા માગીએ છીએ પરંતુ દુર્ભાગ્યથી અમારે હવે વધારે રાહ જોવી પડશે.”

તેમણે કહ્યું, મૈક્સવેલની જગ્યાએ ટીમમાં ડાર્સી શોટને સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસે તક છે કે તે સાઉથ આફ્રીકા પ્રવાસ પર ખુદને સાબિત કરે અને પોતાના આત્મવિશ્વાસને મેળવે.