નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનાં હોવમાં એલિસ પેરીએ અણનમ 47 રન બનાવીને કાંગારીની ટીમને ઇંગ્લેન્ડ મહિલા ટીમના બીજા ટી20માં પણ હરાવીને વધુ એક સીરીઝ પોતાના નામે કરી છે. પેરીએ આ મેચમાં ક્રિકેટ ઈતિહાસનો એક એવો રેકોર્ટ બનાવ્યો છે જેને હજુ સુધી કોઈ પણ મહિલા કે પુરુષ ક્રિકેટ બનાવી શક્યા નથી. પેરી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. આવી સિદ્ધિ મેળવનાર તે મહિલા અને પુરુષ વર્ગમાં પહેલી ખેલાડી છે.

માત્ર 25 વર્ષની પેરીએ અત્યાર સુધી 104 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 1005 રન બનાવ્યા છે અને કુલ 103 વિકેટ ઝડપી છે. પેરીએ નવેમ્બર વર્લ્ડ ટી-20 ફાઇનલમાં ઇંગ્લેન્ડની નેટ સ્કીવરને આઉટ કરી પોતાના નામે 100 વિકેટ પૂરી કરી હતી અને રવિવારે થયેલ મેચમાં ચોગ્ગા સાથે ટી-20 ઇન્ટરનેશનલમાં 1000 રન પૂરા કર્યા.



પુરુષ ક્રિકેટની વાત કરીએ તો પાકિસ્તાનના શાહિદ આફ્રીદી આ રેકોર્ડની સૌથી નજીક છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આફ્રીદીએ 1418 રન અને 98 વિકેટ ઝડપી છે. જ્યારે બાંગ્લાદેશના શાકિબ અલ હસને 1471 રન અને 88 વિકેટ સાથે ત્રીજા ક્રમ પર છે.