નવી દિલ્હીઃ ઇંગ્લિશ ક્રિકેટર બેન સ્ટૉક્સ અને તેની પત્નીની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં બેન સ્ટૉક્સ તેની પત્ની ક્લેયરનુ ગળુ દબાવી રહ્યો છે. આ તસવીર વાયરલ થયા બાદ લોકો બેન સ્ટૉક્સ પર પત્ની સાથે મારઝુડ કર્યાનો આરોપ લગાવી રહ્યાં છે. લોકોએ બેન સ્ટૉક્સને આડેહાથે લઇને વિવાદનો મોટો કર્યો છે. જોકે હવે આ અંગે બેન સ્ટૉક્સની પત્ની ક્લેયરે મોટો ખુલાસો કર્યો છે. ક્લેયરે કહ્યું કે આ ઘટના નકલી છે.

સ્ટૉક્સની પત્ની ક્લેયરે વાયરલ થયેલી તસવીર પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ તસવીરને લોકો ખોટી રીતે રજૂ કરી રહ્યાં છે. સ્ટૉકેસે મારુ ગળુ દબાવ્યુ નથી અને દબાવવાની કોશિશ પણ નથી કરી.



બેન સ્ટોક્સના એક ફોટોગ્રાફના કારણે આખો વિવાદ ચગ્યો હતો. પ્રોફેસનલ ક્રિકેટર્સ એવોર્ડ દરમિયાન બેન સ્ટોક્સની એવી તસવીર બહાર આવી હતી જેમાં તેનો હાથ પત્નીના ગળા પર હતો.એ પછી સોશ્યલ મીડિયા પર આ ફોટો વાયરલ થયો હતો.



જેના કારણે સ્ટોક્સની પત્નીએ સ્પષ્ટતા કરવા માટે ટ્વિટ કર્યુ હતુ કે, મને વિશ્વાસ નથી થતો કે લોકો આવુ બધુ ક્યાંથી ઉભુ કરે છે, હું અને બેન મજાક મસ્તીમાં એક બીજાનુ ગળુ દબાવવાનો દેખાવ કરી રહ્યા હતા પણ લોકોએ તેમાંથી નવી વારતા બનાવી દીધી હતી. આ તસવીર ખેંચાવ્યા બાદ અમે રેસ્ટોરન્ટમાં પણ ગયા હતા.



દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ કહ્યુ છે કે, આ ફંક્શનમાં સામેલ બીજા લોકો સાથે અમે વાત કરી છે. બધાએ કહ્યુ છે કે, આ મજાક મસ્તીની પળો હતી.