જોહાનિસબર્ગઃ ઈંગ્લેન્ડને 2019નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. સ્ટોક્સે જોહાનિસબર્ગમાં લાઇવ મેચ દરમિયાન દર્શકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ નિરાશ થઈને ડ્રેસિંગ રૂમ તરફ આવતો હતો ત્યારે એક દર્શકે બેન સ્ટોક્સને કઇંક કહ્યું. જે બાદ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે ગુસ્સામાં આવી તેને ગાળ આપી હતી.


ક્રિકેટ પ્રેમીએ સ્ટોક્સને શું કહ્યું હતું ?

મેચ નિહાળી રહેલા ક્રિકેટ પ્રેમીએ બેન સ્ટોક્સની તુલના પોપ સિંગર એડ શીરન સાથે કરી હતી. જેના કારણે તે ભડક્યો અને ગુસ્સામાં પ્રશંસકને કહ્યું, તારે જે પણ કહેવું હોય તે મેદાનની બહાર મારી પાસે આવીને....... મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન બેન સ્ટોક્સની વાત સમગ્ર વિશ્વએ સાંભળી. જે બાદ સ્ટોક્સે ટ્વિટર પર તેના વર્તન માટે માફી માંગી છે.

વિવાદ બાદ સ્ટોક્સે માફી માંગી

સ્ટોક્સે લખ્યું, હું મારી અભદ્ર ભાષા માટે માફી માંગુ છું. જ્યારે હું આઉટ થઈને પરત ફરી રહ્યો હતો ત્યારે દર્શકોએ મારા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હું માનું છું કે જે રીતે મેં રિએક્ટ કર્યું તે અવ્યવહારું હતો અને આ માટે હું માફી માંગુ છું. મારી ભાષા માટે હું વિશ્વભરના યુવા ફેંસની માફી માંગુ છું.


દિલ્હી ચૂંટણીઃ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે BJP ઉમેદવાર કપિલ મિશ્રા, ECએ લગાવ્યો પ્રતિબંધ